ભ્રષ્ટાચાર નિબંધ | ભ્રષ્ટાચાર - રાષ્ટ્રવ્યાપી કેન્સર વિશે નિબંધ | Corruption Essay in Gujarati

ભ્રષ્ટાચાર નિબંધ | ભ્રષ્ટાચાર - રાષ્ટ્રવ્યાપી કેન્સર પર નિબંધ | Corruption Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં ભ્રષ્ટાચાર વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં ભ્રષ્ટાચાર વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Bhrashtachar Essay in Gujarati ની PDF પણ Download કરી શકશો.

ભ્રષ્ટાચાર વિષય પર નિબંધ

અહીં ગુજરાતી ભ્રષ્ટાચાર વિશે બે નિબંધ રજુ કાર્ય છે જે 150 શબ્દોમાં અને 250 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ તમામ વિષય પર ના નિબંધોનો આમાં સમાવેશ થયેલ છે.
  • ભ્રષ્ટાચાર નિબંધ,
  • ભ્રષ્ટાચારક્ર - રાષ્ટ્રવ્યાપી કેન્સર નિબંધ,
  • ભ્રષ્ટાચાર એ જ શિણચાર વિશે નિબંધ,
  • ભ્રષ્ટયાર તો ભારતને ભરખી ગયો
  • ભ્રષ્ટચાર ભગાવો-ભારત બચાવો
  • Bhrashtachar Nibandh Gujarati
  • Corruption Essay in Gujarati

નીચે આપેલ ભ્રષ્ટાચાર વિશે નિબંધ ગુજરાતીમાં 250 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

ભ્રષ્ટાચાર વિશે નિબંધ ગુજરાતીમાં

  1. પ્રસ્તાવના
  2. ભ્રષ્ટાચારનાં ક્ષેત્રો
  3. ભ્રષ્ટાયારીઓ અને તેઓનાં અધમ કૃત્યો
  4. ભ્રષ્ટાચાર આચરવાનાં કારણો
  5. ભ્રષ્ટચાર દૂર કરવાના ઉપાયો
  6. ઉપસંહાર
જે કાર્યો કરવાથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય તે ભ્રષ્ટાચાર છે : ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહિ મળે કે જ્યાં ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું ન હોય. ભ્રષ્ટાચાર આજે રાષ્ટ્રવ્યાપી કેન્સર બન્યું છે, જેમાંથી મુક્ત થવું ઘણું કપરું જણાય છે.

ભારતમાં દરેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર એ જ એકમાત્ર રસ્તો હોય એવું લાગે છે. નાના કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓ વગેરેથી લઈને રાજકીય નેતાઓ સુધી ભ્રષ્ટાચાર પહોંચી ગયો છે. નાનાં-મોટાં, કાયદેસરનાં કે બિનકાયદેસરનાં કામો કરાવવા લોકો ભ્રષ્ટચારીઓની જાળમાં ફસાય છે. જે લાંચ ન આપવામાં મક્કમ રહે છે તેને પોતાનું કામ કરાવવું મુક્લ થઈ પડે છે.

આજે બિલ્ડરો, દારૂના અડ્ડાવાળાઓ, પોલીસતંત્ર, સરકારી અધિકારીઓ, રાજકારણીઓ, શાળાકૉલેજના સંચાલકો, દુકાનદારો, વેપારીઓ વગેરેમાં પરસ્પર સાંઠગાંઠ હોય છે. આથી ભ્રષ્ટાચાર વધુ ને વધુ ફેલાતો જાય છે. નબળાં બાંધકામો થાય છે. ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ઓછી ગુણવત્તાવાળો માલ પધરાવી દેવાય છે. ચીજવસ્તુઓના વધુ ભાવ લેવાય છે. 

નકલી દવાઓ અને નકલી ચીજવસ્તુઓ ખુલ્લેઆમ બજારમાં મુકાય છે. ટૂંકમાં, ભ્રષ્ટાયારીઓ મનુષ્યના કીમતી જીવન સાથે ચેડાં કરે છે. તેઓનો સ્વાર્થ સધાતો હોય તો મનુષ્યનું જે થવું હોય તે થાય. તેમને માનવજીવનની કંઈ જ પડી નથી. બાળકોના મધ્યાહન ભોજન કે ઢોરોના ચારાના પૈસા ચરી જતાં ભ્રષ્ટાચારીઓ જરાય શરમ અનુભવતા નથી ! ભૂકંપ પીડિતો કે દુષ્કાળગ્રસ્તોની સહાયમાંથી પણ ભ્રષ્ટાયારીઓ કટકી કરી લે છે કે સહાયમાં આવેલી વસ્તુઓ વગે કરી દે છે.

ભ્રષ્ટાચાર ફેલાવાનાં અનેક કારણો છે. આજે મનુષ્ય નીતિને નેવે મૂકી દીધી છે. તે ઓછી મહેનતે વધુ પૈસા મેળવવા ઇચ્છે છે. તે ભૌતિક સમૃદ્ધિ મેળવી સમાજમાં મોટા દેખાવાનું પસંદ કરે છે. તેને કોઈ વાતનો સંતોષ રહ્યો નથી. ભૌતિકવાદની આંધળી દોટે મનુષ્યને વધારે ભ્રષ્ટાચારી બનાવી દીધો છે.

ભ્રષ્ટાચારથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું નૈતિક અધઃપતન થતું જાય છે. ભ્રષ્ટાચારને જડમૂળમાંથી દૂર કરવાની જરૂર છે. તે માટે સમાજે જાગ્રત થવાની જરૂર છે. સાદા અને પ્રામાણિક જીવનને મહત્ત્વ અપાવું જોઈએ. મહેનતનો જ રોટલો મેળવવાનો દૃઢ સંકલ્પ કરવો જોઈએ. 

વળી, ભ્રષ્ટાચારને નાથવા કડક કાયદાઓ ઘડવામાં આવે અને એનું કડકપણે પાલન થાય, ભ્રષ્ટાચારીને આકરામાં આકરી સજા થાય તો જ લોકો ભ્રષ્ટાચાર કરતાં ડરશે. વળી, લોકોએ પણ ભ્રષ્ટાચારીઓને સાથ ન આપતાં તેમને ખુલ્લા પાડવા જોઈએ. ભ્રષ્ટાચાર ભગાવો-ભારત બચાવો.

ભ્રષ્ટાચારના રાષ્ટ્રવ્યાપી કેન્સરથી રાષ્ટ્રને ઉગારવું અઘરું જણાય છે પણ અશક્ય તો નથી જ. સૌના સહિયારા દઢ સંકલ્પ અને પ્રયત્નથી તે શક્ય બનશે. આવું બનશે તો જ તંદુરસ્ત અને કલ્યાણકારી ભારતનું નિર્માણ થશે.

Bhrashtachar Essay in Gujarati

ભ્રષ્ટાચાર નિબંધ - 150 શબ્દો

ભારતમાં દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર છે. તે આપણા દેશને નષ્ટ કરી શકે છે. આપણા દેશમાં ભ્રષ્ટાચારની નકારાત્મક અસરો દરેક વ્યક્તિ ભોગવી રહી છે. ભારતમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે.

ભ્રષ્ટાચાર આખા ભારતમાં રોગની જેમ ફેલાઈ રહ્યો છે, ભારતમાં ભ્રષ્ટાચારની ઝડપ ખૂબ જ ઝડપથી વધી રહી છે. જો સમયસર ભ્રષ્ટાચાર અટકાવવામાં નહીં આવે.

તેથી તે સમગ્ર ભારતને આવરી લેશે. જો વાત કરીએ તો આપણા દેશમાં લોકો અભણ છે, જેઓ ભણેલા નથી, તેઓ પણ ભ્રષ્ટાચારને સમર્થન આપે છે અને ઘણા લોકો સારી નોકરી મેળવવા માટે લાંચ આપતા પણ અચકાતા નથી.

આપણે લાંચ લેનાર અને લાંચ આપનાર બંનેને ખૂબ જ કઠોર સજા આપવી જોઈએ. સમાજમાં વિવિધ સ્તરે ફેલાયેલા ભ્રષ્ટાચારને રોકવા માટે આપણે એક થઈને તેનો સામનો કરવો પડશે. લાંચ લેતા પકડાયેલ વ્યક્તિ પણ લાંચ આપીને છટકી જાય છે.

આ ભ્રષ્ટાચાર આપણા સમગ્ર ભારતમાં ઉધઈની જેમ ફેલાઈ રહ્યો છે. આને દૂર કરવા માટે, લાંચ આપનારાઓને સખત સજા થવી જોઈએ, જેથી તેઓ ફરીથી ભારતનું નામ બદનામ કરવાનો પ્રયાસ ન કરે.

ભ્રષ્ટાચાર સામે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે 9મી ડિસેમ્બરને વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 31 ઓક્ટોબર 2002 ના રોજ એક ઠરાવ પસાર કર્યો, તેને ‘આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર દિવસ’ તરીકે જાહેર કર્યો.

ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા લોકો પોતાના સ્વાર્થ પૂરા કરવા માટે આપણા દેશ ભારતનું નામ બદનામ કરી રહ્યા છે. આથી ભ્રષ્ટાચારના આ ઝેરી સાપને આપણે કચડીએ તે ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે સરકારે પણ આપણી સાથે આ ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે અસરકારક પગલાં ભરવા જોઈએ. તો જ આપણે દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીને ભારતનું સ્વપ્ન સાકાર કરી શકીશું.

કેન્દ્ર સરકાર મુખ્યત્વે ભ્રષ્ટાચારને રોકવા માટે કામ કરી રહી છે. આ ઉપરાંત ભ્રષ્ટાચાર રોકવામાં પણ સરકારે મદદ કરવી જોઈએ. દેશમાં જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં સરકાર દ્વારા જારી કરવામાં આવેલા હેલ્પ નંબર પર સંપર્ક કરો અને ભ્રષ્ટાચાર ફેલાવનારાઓ સામે ફરિયાદ કરો.

10 Lines on Corruption in Gujarati

ભ્રષ્ટાચાર વિશે 10 વાક્યો :
  1. ભ્રષ્ટાચાર એ પૈસા કમાઈ દેશને નષ્ટ કરવાનો માર્ગ છે.
  2. ભ્રષ્ટાચાર એ સમાજના હિત માટે તેમને આપવામાં આવેલી સત્તાનો દુરુપયોગ કરવાનો એક માર્ગ છે.
  3. ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ લોકોનો લોભ છે.
  4. કામમાં ઝડપ લાવવા લોકો અધિકારીઓને લાંચ આપે છે.
  5. સામાન્ય રીતે, નબળા અને ઓછા શક્તિશાળી લોકો ભ્રષ્ટાચારથી પીડાય છે.
  6. ભ્રષ્ટાચાર ઘણા સ્વરૂપો લઈ શકે છે, જેમાં લાંચ અને ગેરવસૂલીનો સમાવેશ થાય છે.
  7. ભ્રષ્ટાચારની પ્રથાઓ સમાજ પર ઘણી પ્રતિકૂળ અસરો કરી શકે છે અને ન્યાયની કવાયતને અવરોધે છે. ભ્રષ્ટાચાર લોકોને હાનિકારક પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે સશક્ત બનાવે છે.
  8. પોપ ફ્રાન્સિસે એકવાર કહ્યું હતું કે, "ભ્રષ્ટાચાર ગરીબો દ્વારા ચૂકવવામાં આવે છે".
  9. લોકો ઇચ્છે છે કે તેમનું કામ ઝડપથી થાય, જે લાંચ અને ભ્રષ્ટાચાર તરફ દોરી જાય છે.
  10. જો અમને ખબર પડે કે કોઈએ લાંચ અથવા અન્ય તરફેણ સ્વીકારી છે તો અમે મેનેજમેન્ટને જાણ કરવી જોઈએ.

ભ્રષ્ટાચાર નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Corruption Nibandh Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

ભ્રષ્ટાચાર નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી ભાષામાં ભ્રષ્ટાચાર વિશે નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ SaralEssay.in બ્લોગ આર્ટિકલમાં ગુજરાતી ભાષામાં ભ્રષ્ટાચાર વિશે નિબંધ Corruption Essay in Gujarati વિશે સંપૂર્ણ નિબંધ આપ્યો છે. છતાં કોઈ ભલામણ કે સૂચન  હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું લખાણ ગમ્યું હશે. અમે જેમ બને એટલી સારી અને નવી Latest માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ભણવામાં ઉપયોગી બની શકે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો અને અમારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Post a Comment

Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.