શું તમે ગુજરાતીમાં શિયાળાની સવાર વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં શિયાળાની સવાર વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Winter Morning Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
શિયાળાની સવાર વિષય પર નિબંધ
અહીં ગુજરાતી શિયાળાની સવાર વિશે બે નિબંધ રજુ કાર્ય છે
જે 150 શબ્દોમાં અને 250 શબ્દોમાં
શબ્દોમાં છે.
નીચે આપેલ તમામ વિષય પર ના નિબંધોનો આમાં સમાવેશ થયેલ છે.
- શિયાળાની સવાર
- હેમંતનું પરોઢ
- શિયાળાની ગુલાબી સવાર
- શિયાળાની સવારનો તડકો
- Shiyala ni Sawar
- Gujarati Essay on 'A Winter Morning'
નીચે આપેલ શિયાળાની સવાર વિશે નિબંધ ગુજરાતીમાં 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
શિયાળાની સવાર વિશે નિબંધ ગુજરાતીમાં
- પ્રસ્તાવના
- ગામડાનું વાતાવરણ
- શહેરનું વાતાવરણ
- લાભ
- ગેરલાભ
- ઉપસંહાર
"આવી ગઈ શિયાળાની સવાર,
પ્રકૃતિ ની કરામત થવા લાગશે,
ધૂંધળું આકાશ ને ઠંડો ઠંડો પવન વાસે,
સૂરજનો તડકો પણ પ્યારો લાગશે,
સૂરજનો તડકો પણ પ્યારો લાગશે"
સવારની કડકડતી ઠંડીમાં આખું ઘર ધ્રુજતું હોય, રસ્તાઓ ટાંટિયા વાળી સુતા હોય, વૃક્ષો ઠંડીથી બચવા સુસવાટા મારતા હોય, કુતરા તેમજ ગલુડિયા એકબીજાને ગોઠવાઈને સુતા હોય, તેમજ સવાર થવા છતાં પણ વાતાવરણમાં ઘટ્ટ અંધારું છવાયેલું હોય તો સમજવું કે એ ચોક્કસ "શિયાળા ની સવાર" હોય.
શિયાળાની સવાર એટલે સૂસવાટા મારતા પવન ને ઠંડી હવાની વચ્ચે આગમન થતાં સૂરજના કિરણોનું હૂંફાળું સ્મિત. શિયાળાની રાતનો છેલ્લો પ્રહર એટલે જાણે કે કાતિલ ઠંડીનો પ્રહર. ચારેકોર કાતિલ ઠંડી ફેલાયેલી હોય છે, આખું વાતાવરણ જાણે એક વિશાળ શિતઘરમાં ફેરવાઈ ગયું હોય તેવું લાગતું હોય છે. વાતાવરણમાં એટલી તો શાંતિ હોય છે કે પવનના સૂસવાટા પણ ચોખ્ખા સાંભળવા મળે છે.
આવા ઠંડા પ્રહરમાં ઊંઘ પણ ઘસ ઘસાટ આવતી હોય અને ફુલગુલાબી વાતાવરણમાં ગોદડામાંથી બહાર નીકળવાનું મન પણ ન થતું હોય ત્યારે વાતાવરણના ધુમ્મસને ચીરી જ્યારે પૂર્વની ક્ષિતિજે અદભુત સોનેરી રંગ સાથે સૂર્યના કોમળ કિરણો પૃથ્વી પર પથરાતા હોય ત્યારે સમગ્ર પ્રકૃતિ પર જાણે સ્મિત રેલાઇ ગયું હોય તેવું લાગે છે. આકાશ મેઘધનુષી રંગોથી રંગાઇ જાય છે અને વાતાવરણમાં ઉષ્મા નો નવો સંચાર થાય છે. આખી રાત કડકડતી ઠંડીમાં ઉઠવાતા રહેલા વૃક્ષો સુરજના કોમળ કિરણો પડતાની સાથે જ જાણે ફરીથી ચેતનવંતા થઈ જાય છે.
શિયાળાની સવાર થતાંની સાથે જ વાતાવરણમાં રહેલો ધુમ્મસ નીચે ઉતરે અને જ્યારે તેને સૂરજના તડકાનો સ્પર્શ થાય છે, ત્યારે તે ઝાકળ બૂંદ બની ફૂલો અને પાંદડાઓની સપાટી પર લહેરાય છે. આ ફૂલો અને પાંદડા ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે ત્યારે તે ઝાકળના બૂંદ મોતી બનીને ચમકી ઉઠતા હોય છે.
સવારના આહલાદક વાતાવરણમાં ફૂલો ડોલતા હોય, વૃક્ષો ના પાન નો અવાજ આવતો હોય, પક્ષીઓ કલરવ કરતા હોય ત્યારે એવું લાગે જાણે આખી પ્રકૃતિ ઠંડી ની કેદમાંથી મુક્ત થઈ ગઈ હોય અને એક ઉષ્માભર્યું વાતાવરણ સર્જાયું હોય. શિયાળાની સવાર માં પ્રકૃતિ પણ મન મૂકીને ખીલેલી હોય છે, પછી ભલે પશુ હોય, પક્ષી હોય કે વનસ્પતિ હોય. તેનામાં એક અલગ પ્રકારની જ ઉર્જાનો સંચય થતો હોય છે, અને એક નવી સ્ફૂર્તિ સાથે બધા જ પોતાના નવા દિવસની શરૂઆત કરતા હોય છે.
શિયાળાની
સવાર દમ અને શ્વાસના દરદીઓને માફક આવતી નથી. જેમની પાસે ઓઢવા - પાથ ૨ વાની
પૂરતી સગવડ નથી હોતી , તેવા ગરીબો માટે પણ તે કપરી નીવડે છે. ઘણી સેવાભાવી
સંસ્થાઓ ગરીબોને ધાબળાનું દાન કરે છે.
સામાન્ય રીતે શિયાળાની સવાર આનંદદાયક, શક્તિદાયક અને સ્ફૂર્તિદાયક જ હોય છે.
Winter Morning Essay in Gujarati
શિયાળાની સવાર નિબંધ - 100 શબ્દો
શિયાળામાં સૂર્ય મોડો ઊગે છે પણ લોકો વહેલા ઊઠી જાય છે. તે વખતે આકાશમાં ટમટમતા
તારલા જોવા મળે છે. સવારે દાંત કડકડ થાય એવી ઠંડી હોય છે, એટલે લોકો ગરમ કપડાં
પહેરીને પોતાના કામે લાગે છે. ખેડૂતો ખેતરમાં જઈ ખેતીકામ કરે છે. ગામડાની સ્ત્રીઓ
ગાય અને ભેંસને દોહે છે. ક્યાંક ઘમ્મરવલોણાંનો નાદ તો ક્યાંક ઘંટીના અવાજો સંભળાય
છે.
શહેરમાં છાપાના ફેરિયા, દૂધવાળા અને મિલના કામદારોની અવરજવર શરૂ થઈ જાય છે.
કેટલાક લોકો રસ્તા પર ફરવા નીકળી પડે છે. કેટલાક યુવાનો દોડે છે અને કેટલાક
બગીચામાં જઈ કસરત કરે છે.
કેટલાક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરે છે. બાળકોને પથારીની મીઠી હૂંફ છોડવાનું
મન થતું નથી, પણ નાહ્યા પછી તાજગી અનુભવાય છે અને ભગવાનીય બહુ મજા પડે છે.
શિયાળામાં અવનવા શાકભાજી મળતા હોવાથી મોટાભાગે ગુજરાતી પરિવારમાં ઉંધીયુ પણ શિયાળાની ઋતુમાં જ બનાવવામાં આવે છે. નાના બાળકો તેમજ મોટાઓને ભાવતી પ્રિય એવી જલેબી પણ શિયાળામાં સવાર સવારમાં ખાવાનો એક અનોખો આનંદ હોય છે.
આમ એકંદરે જોઈએ તો "શિયાળાની સવાર" એ દરેક વ્યક્તિ માટે નવી ઊર્જા, નવો જુસ્સો અને એક ઉષ્માભર્યું વાતાવરણ લઈને આવે છે. આવી ખુશનુમા સવાર થી આપણો આખો દિવસ ખુબ જ ખુશીથી અને કોઈપણ જાતના માનસિક પરિતાપ વગર પસાર થતો હોય છે, તેથી જ મને શિયાળાની સવાર ખૂબ ગમે છે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો અને અમારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર. Thank You!
આમ એકંદરે જોઈએ તો "શિયાળાની સવાર" એ દરેક વ્યક્તિ માટે નવી ઊર્જા, નવો જુસ્સો અને એક ઉષ્માભર્યું વાતાવરણ લઈને આવે છે. આવી ખુશનુમા સવાર થી આપણો આખો દિવસ ખુબ જ ખુશીથી અને કોઈપણ જાતના માનસિક પરિતાપ વગર પસાર થતો હોય છે, તેથી જ મને શિયાળાની સવાર ખૂબ ગમે છે.
સવારે ઘાસ પર ઝાકળનાં ટીપાં જામેલાં દેખાય છે. સૂર્યનાં કિરણો વડે ઝાકળનાં ટીપાં
ચમકી ઊઠે છે.
પંખીઓનો કલરવ શરૂ થઈ જાય છે. શિયાળાની સવાર ખરેખર સુંદર હોય છે.
10 Lines on Winter Season in Gujarati
શિયાળાની સવાર વિશે 10 વાક્યો :
- શિયાળો એટલે ઠંડીની ઋતુ.
- શિયાળાની મોસમ મૂળભૂત રીતે નવેમ્બર -ડિસેમ્બર- જાન્યુઆરી- ફેબ્રુઆરી મહિનામાં આવે છે.
- શિયાળામાં, ગરમીનો પારો તેના સૌથી નીચા તાપમાને ચાલ્યો જાય છે.
- આ દિવસોમાં પહાડી વિસ્તારોમાં ઘણી હિમવર્ષા થાય છે.
- શિયાળામાં, દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ ખૂબ ઓછો હોય છે.
- શિયાળા દરમિયાન સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસ જોવા મળે છે.
- ગામડાના લોકો ઠંડીથી બચવા તા૫ણા કરે છે તો શહેરના લોકો રૂમ હીટર વિગેરેનો ઉ૫યોગ કરે છે.
- શિયાળાથી બચવા માટે લોકો ગરમ કપડાં જેવા કે સ્વેટર, જેકેટ, ધાબળા અને શાલ વગેરેનો ઉપયોગ કરે છે.
- દિવાળી, ક્રિસમસ, નવું વર્ષ અને લોહરી જેવા પ્રખ્યાત તહેવારો શિયાળાની ઋતુમાંજ આવે આવે છે.
- શિયાળામાં, સૂર્ય વહેલો આથમે છે અને મોડો ઉગે છે, જેનાથી દિવસો ટૂંકા અને રાત લાંબી થાય છે.
શિયાળાની સવાર નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Winter Morning Nibandh Gujarati ની ફ્રી
pdf Download કરી શકો છો.
શિયાળાની સવાર નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી ભાષામાં શિયાળાની સવાર વિશે નિબંધ નો વિડીઓ
જોઈ શકો છો.
Conclusion :
અમે આ SaralEssay.in બ્લોગ આર્ટિકલમાં ગુજરાતી ભાષામાં શિયાળાની સવાર વિશે નિબંધ - Winter Morning Essay in Gujarati વિશે સંપૂર્ણ
નિબંધ આપ્યો છે. છતાં કોઈ ભલામણ કે સૂચન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ
માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું લખાણ ગમ્યું હશે. અમે જેમ
બને એટલી સારી અને નવી Latest માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છે. તમને અમારું
કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો
જેથી એમને પણ ભણવામાં ઉપયોગી બની શકે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો અને અમારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- જીવનમાં શ્રમનું મહત્વ નિબંધ
- જીવનમાં પ્રામાણિકતાનું મહત્વ
- નિબંધ જીવનમાં વાંચનનું મહત્વ
- નિબંધ જીવનમાં યોગનું મહત્વ નિબંધ
- પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ
- શિયાળાની સવાર નિબંધ
- સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ
- મોંઘવારીનું વિષચક્ર નિબંધ
- ભ્રષ્ટાચાર નિબંધ
- દીકરી વ્હાલ નો દરિયો નિબંધ
- નારી તું નારાયણી નિબંધ
- નાતાલ (ક્રિસમસ) વિશે નિબંધ