શું તમે ગુજરાતીમાં મોંઘવારી વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં મોંઘવારી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Monghvari Essay in Gujarati ની PDF પણ Download કરી શકશો.
મોંઘવારી વિષય પર નિબંધ
અહીં ગુજરાતી મોંઘવારી વિશે બે નિબંધ રજુ કાર્ય છે જે 150 શબ્દોમાં અને 250 શબ્દોમાં શબ્દોમાં છે.
નીચે આપેલ તમામ વિષય પર ના નિબંધોનો આમાં સમાવેશ થયેલ છે.
- મોંઘવારીનું વિષચક્ર નિબંધ,
- મોંઘવારીનું વિષચક્ર નિબંધ ગુજરાતી,
- મોંઘવારી અને મધ્યમવર્ગ વિશે નિબંધ,
- મોંઘવારી અને મધ્યમવર્ગ
- મોંઘવારી સોંઘી થઈ - માનવ થયો લાચાર
- હાય રે ! મોંઘવારી નિબંધ
- Monghvari Nibandh Gujarati
- Infation Essay in Gujarati
નીચે આપેલ મોંઘવારી વિશે નિબંધ ગુજરાતીમાં 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
મોંઘવારી વિશે નિબંધ ગુજરાતીમાં
- પ્રસ્તાવના
- મોંઘવારી શું છે ?
- મધ્યમ વર્ગના માનવીની હાલાકી
- મોંઘવારીની સમસ્યાઓ
- મોંઘવારી ડામવાના પ્રયત્નો ને નિષ્ફળતા
- ઉપસંહાર
મોંધવારીની નાગચૂડના ભરડામાં કેવળ ગરીબો જ નહિ, મધ્યમવર્ગના માનવીઓ પણ ભીંસાયા છે પરિણામ એ આવ્યું છે કે "મોંઘો માનવદેહ' લાચાર બની ગયો છે કે જેનું નામ જ મોંઘવારી છે તે અત્યંત સૌથી એટલે કે ઠેરઠેર જથ્થાબંધ વ્યાપી ગયેલી જોવા મળે છે.
છે ગરીબોનાં કૂબામાં તેલનું ટીપું દોહ્યલું;
ને શ્રીમતોની કબરો પર ઘી ના દીવા થાય છે.
માનવીને એની ત્રણ મૂળભૂત જરૂરિયાતો જો સહેલાઈથી ન મળે; રોટી, કપડાં અને મકાન માટે એને ભીખ માગવી પડે, લાચાર બનીને દેહનું લિલામ કરવું પડે એ દેશમાં આઝાદી હોય તોયે શું ને ન હોય તોયે શું? એક જમાનો એવો હતો કે જ્યારે “રૂપિયો ગાડાના પૈડા જેવો લાગતો હતો !” એટલે કે એક રૂપિયામાં આખા ઘરની જીવન- જરૂરિયાતો સંતોષાતી હતી.
ચાર આને મણ બાજરી, બાર આને મણ દાઉદખાની ઘઉં અને એક રૂપિયે મણ બાસમતી ચોખા મળતા હતા ! રૂપિયાની પાંચશેર મોરસ અને એક રૂપિયાનું અડધો શેર ચોખ્ખું ઘી મળતું હતું! એટલા પરથી સમજી શકાય છે કે આ દેશમાં "ધી-દૂધની નદીઓ વહેતી હતી એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નહોતી. સાત રૂપિયાના માસિક પગારમાં એક શિક્ષક પોતાના કુટુંબનું સરળતાથી ભરણપોષણ કરી શકતો હતો.
ક્યાં ગયું આ બધું? અંગ્રેજો આમાંનું કશું લઈ નથી ગયા. જે કંઈ કર્યું કે થયું તેના માટે આપણે પોતે જ જવાબદાર છીએ, આપણી સરકાર જવાબદાર છે; આપણા વેપારીઓ જવાબદાર છે. માનવીને સોંધો, સસ્તો ને લાચાર બનાવનારા અને મોંઘવારીનું એક ભયંકર ષડયંત્ર રચનારા આપણા દેશબંધુઓ જ છે – આ પણ એક કિસ્મતની કમનસીબી જ છે ને ? મીઠાથી માંડી મીઠાઈ સુધી તમામ ખાદ્ય ચીજો; પાણીથી માંડીને પેટ્રોલ સુધીનાં તમામ પ્રવાહીઓ; ખીલીથી માંડી ખાસડાં સુધીની તમામ ચીજવસ્તુઓ; ટાંકણીથી માંડીને ટાયર સુધીની હરકોઈ ચીજના ભાવ આસમાને ચડતા જાય છે અને માનવી મોં પહોળું કરીને, આંખો ઝીણી કરીને અને પેટે પાટા બાંધીને આ બધું જોયા કરે છે.
મોંઘવારીને સોંધી બનાવી દેનારા, હાથે કરીને કૃત્રિમ અછત ઊભી કરનારા, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની સંઘરાખોરી કરનારા, કાળા નાણાંને ફરતું રાખવા માટે દરેક વસ્તુના કાળાબજાર' રચનારા અને માનવીને અસહ્ય લાચાર સ્થિતિમાં, પશુથી પણ બદતર જીવન જીવવા માટેની ફરજ પાડનારા “નરાધમોએ વસ્તુ ભૂલી જાય છે કે “તુલસી હાય ગરીબકી કભી ન ખાલી જાય" – એ ન્યાયે એમને પણ એક દિવસ કૂતરાના મોતે મરવાનો વારો આવવાનો છે. જેણે કોઈની આંતરડી ઠારી નથી; કેવળ બાળી જ છે – એને અંત ઘડીએ એનો પૈસો કે પદ કશું જ કામ આવવાનું નથી અને લાખો માનવીઓના નિસાસા લેનારો એ જ્યારે આખરી શ્વાસે લેતો હશે ત્યારે એણે કરેલી આ ભયંકર કસેવાનાં પરિણામો એનો પીછો છોડવાનાં નથી!!
અંતમાં, મોંઘવારીને કારણે સામાન્ય માનવી જીવનના બે છેડા ભેગા કરવાની ચિંતામાં સતત ડૂબેલો રહે છે આપઘાતના અનેક કિસ્સાઓના મૂળમાં આખરે તો આ મોંઘવારી જ છે ! મોંઘવારીમાં પીસાઈ રહેલો આજનો માનવી તહેવારો અને શુભ પ્રસંગો મુક્ત મને ઊજવી શકતો નથી અને જીવનનો આનંદ પણ પૂરેપૂરો માણી શકતો નથી.આપણા દેશમાં દિવસે દિવસે મોંઘવારી, ગરીબી , બેકારી ભૂખમરો જેવી સમસ્યાઓ વધતી જાય છે. કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી દેશની સમસ્યાઓમાંની એક ગંભીર સમસ્યા છે. એવું કહેવાય છે કે આપણા દેશમાં ઘી – દૂધની નદીઓ વહેતી હતી.
મોંઘવારીનું ચક્ર સતત ચાલતું રહે છે. આજના સમયમાં સામાન્ય લોકોનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. દિવસે દિવસે વધતી જતી મોંઘવારી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે જીવલેણ બનતી જાય છે. આજના સમયમાં ગૃહકલેશ, ચોરી, લૂંટફાટ અને આત્મહત્યાના કેશો પાછળ પણ ક્યાંકને ક્યાંક મોઘવારી અને તણાવયુક્ત જીવન જવાબદાર હોય છે.
ક્યાં ગયું આ બધું? અંગ્રેજો આમાંનું કશું લઈ નથી ગયા. જે કંઈ કર્યું કે થયું તેના માટે આપણે પોતે જ જવાબદાર છીએ, આપણી સરકાર જવાબદાર છે; આપણા વેપારીઓ જવાબદાર છે. માનવીને સોંધો, સસ્તો ને લાચાર બનાવનારા અને મોંઘવારીનું એક ભયંકર ષડયંત્ર રચનારા આપણા દેશબંધુઓ જ છે – આ પણ એક કિસ્મતની કમનસીબી જ છે ને ? મીઠાથી માંડી મીઠાઈ સુધી તમામ ખાદ્ય ચીજો; પાણીથી માંડીને પેટ્રોલ સુધીનાં તમામ પ્રવાહીઓ; ખીલીથી માંડી ખાસડાં સુધીની તમામ ચીજવસ્તુઓ; ટાંકણીથી માંડીને ટાયર સુધીની હરકોઈ ચીજના ભાવ આસમાને ચડતા જાય છે અને માનવી મોં પહોળું કરીને, આંખો ઝીણી કરીને અને પેટે પાટા બાંધીને આ બધું જોયા કરે છે.
મોંઘવારીને સોંધી બનાવી દેનારા, હાથે કરીને કૃત્રિમ અછત ઊભી કરનારા, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની સંઘરાખોરી કરનારા, કાળા નાણાંને ફરતું રાખવા માટે દરેક વસ્તુના કાળાબજાર' રચનારા અને માનવીને અસહ્ય લાચાર સ્થિતિમાં, પશુથી પણ બદતર જીવન જીવવા માટેની ફરજ પાડનારા “નરાધમોએ વસ્તુ ભૂલી જાય છે કે “તુલસી હાય ગરીબકી કભી ન ખાલી જાય" – એ ન્યાયે એમને પણ એક દિવસ કૂતરાના મોતે મરવાનો વારો આવવાનો છે. જેણે કોઈની આંતરડી ઠારી નથી; કેવળ બાળી જ છે – એને અંત ઘડીએ એનો પૈસો કે પદ કશું જ કામ આવવાનું નથી અને લાખો માનવીઓના નિસાસા લેનારો એ જ્યારે આખરી શ્વાસે લેતો હશે ત્યારે એણે કરેલી આ ભયંકર કસેવાનાં પરિણામો એનો પીછો છોડવાનાં નથી!!
અંતમાં, મોંઘવારીને કારણે સામાન્ય માનવી જીવનના બે છેડા ભેગા કરવાની ચિંતામાં સતત ડૂબેલો રહે છે આપઘાતના અનેક કિસ્સાઓના મૂળમાં આખરે તો આ મોંઘવારી જ છે ! મોંઘવારીમાં પીસાઈ રહેલો આજનો માનવી તહેવારો અને શુભ પ્રસંગો મુક્ત મને ઊજવી શકતો નથી અને જીવનનો આનંદ પણ પૂરેપૂરો માણી શકતો નથી.
Monghvari Essay in Gujarati
મોંઘવારી નિબંધ - 150 શબ્દો
સામાન્ય આવકમાં પણ લોકો ખૂબ સારી રીતે ગુજરાન ચલાવી શકતા હતા.લોકોનું જીવન સંતોષી અને સુખી હતું. અત્યારે સતત વધતી જતી મોંઘવારીના લીધે લોકો માટે અનાજ , કપડાં અને મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ બનતી જાય છે.
સતત વધતી જતી મોંઘવારી આપણા દેશ માટે ખૂબ જ ગંભીર સમસ્યા છે. દેશમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આટલી મોંઘવારી વચ્ચે જીવનનિર્વાહ કરવો ખૂબ જ મુશ્કેલ બનતો જાય છે. અનાજ, કઠોળ, શાકભાજી, દવા જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓના વધતા જતા ભાવથી દેશના નાગરિકો સતત પરેશાન થઈ રહ્યા છે. આજે દરેક ક્ષેત્રમાં મોંઘવારી ચિંતાજનક સમસ્યા બની ગઈ છે. ગરીબ લોકો માટે મોજશોખ માત્ર સ્વપ્ન બનીને રહી ગયાં છે.
મોંઘવારી સામે જીવન ટકાવી રાખવા માટે ખૂબ જ કઠોર કઠોર પરિશ્રમ કરવો પડે છે, છતાં પણ પોતાની જરૂરિયાતો પૂરી ના થતાં કેટલાય લોકો તણાવયુક્ત જીવન જીવે છે અને તણાવયુક્ત જીવન આપઘાતનું કારણ પણ બની જાય છે.

આટલી મોંઘવારી સામે પહોંચી ના વળતાં કેટલાક લોકો જીવનનિર્વાહ માટે ચોરી, લૂંટફાટ જેવા રસ્તાઓ પણ અપનાવતા હોય છે. કેટલાક લોકો જરૂરિયાતોને પહોંચી વળવા વધુ આવક મેળવવા શહેરો તરફ પ્રયાણ કરે છે. જેના લીધે શહેરોમાં વસ્તિગીચતા વધે છે.
પહેલાંના સમયની સરખામણીમાં અત્યારના સમયમાં ચીજવસ્તુઓના ઉત્પાદન અને રોજગારીની તકોમાં વધારો થયો છે. પહેલાં કરતાં લોકોની આવકમાં વધારો થયો છે, તેમ છતાં પણ મોંઘવારીના લીધે માણસ તણાવયુક્ત જીવન જીવે છે. કેટલેક અંશે આ મોંઘવારી માટે માણસ પોતે જ જવાબદાર છે. લોકો મોજ શોખ પાછળ જરૂર કરતાં વધુ ખર્ચ કરે છે. જરૂરિયાત કરતાં વધુ ખર્ચ ટાળવો જોઈએ.

મોઘવારી સામે ટકી રહેવા માટે આપણે જરૂરિયાત મુજબ જ ખર્ચ કરવાની આદત કેળવવી જરૂરી છે. સાદગી અને કરકસરયુક્ત જીવન જ આપણને આ મોંઘવારીના દૂષણમાંથી ઉગારી શકશે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો અને અમારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર. Thank You!
10 Lines on Monghvari in Gujarati
મોંઘવારી વિશે 10 વાક્યો :
- સમયાંતરે અર્થતંત્રમાં માલસામાન અને સેવાઓના ભાવમાં વધારો થવાને મોંઘવારી કહેવામાં આવે છે.
- લોકો દ્વારા ચોક્કસ ઉત્પાદન અથવા સેવાની માંગ એ મોંઘવારીના મૂળ કારણોમાંનું એક છે.
- સંશોધનો અનુસાર, એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે વૈશ્વિક મોંઘવારી 2023માં ઘટીને 6.6 ટકા અને 2024માં 4.3 ટકા થઈ જશે.
- કોવિડ 19 ના કેસોમાં વધારાએ વિશ્વભરમાં મોંઘવારીને ગંભીર દબાણ આપ્યું છે.
- એવું પણ કહેવાય છે કે મોંઘવારીને અંકુશમાં લેવા માટે કેટલીક પદ્ધતિઓ છે. જો કે, સંકોચનકારી નાણાકીય નીતિ તરીકે ઓળખાતી એક સામાન્ય પદ્ધતિ છે, જેણે અસર કરી હોવાનું સાબિત થયું છે.
- ઇઝોઇક
- મોંઘવારી એક યા બીજી રીતે ગરીબોને વધુ ગરીબ બનાવે છે. તે અસમાનતા અથવા ગરીબીને વધુ ખરાબ કરે છે, જેનાથી લોકો બચત સાથે સંઘર્ષ કરે છે.
- દેવાદારો મોંઘવારીના ફાયદાની બાજુમાં છે. આ એટલા માટે છે કારણ કે દેવાદારો માટે તે વધુ સરળ છે, જેઓ તેમની લોન નાણાથી ચૂકવે છે, જે તેઓએ ઉછીના લીધેલા નાણાં કરતાં ઓછા મૂલ્યવાન છે.
- માર્ચ 2023માં મળેલા સંશોધન મુજબ, એવું જણાવવામાં આવ્યું છે કે છત્તીસગઢ મોંઘવારી નિયંત્રણમાં ભારતનું ટોચનું પ્રદર્શન કરનાર રાજ્ય રહ્યું છે.
- જીવનના તમામ ક્ષેત્રોમાં આર્થિક રીતે શિસ્ત બનવું એ મોંઘવારી સામે લડવાનો મૂળ ઉપાય છે.
મોંઘવારી નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Monghvari Nibandh Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
મોંઘવારી નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી ભાષામાં મોંઘવારી વિશે નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ SaralEssay.in બ્લોગ આર્ટિકલમાં ગુજરાતી ભાષામાં મોંઘવારી વિશે નિબંધ - Monghvari Essay in Gujarati વિશે સંપૂર્ણ નિબંધ આપ્યો છે. છતાં કોઈ ભલામણ કે સૂચન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું લખાણ ગમ્યું હશે. અમે જેમ બને એટલી સારી અને નવી Latest માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ભણવામાં ઉપયોગી બની શકે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો અને અમારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- જીવનમાં શ્રમનું મહત્વ નિબંધ
- જીવનમાં પ્રામાણિકતાનું મહત્વ
- નિબંધ જીવનમાં વાંચનનું મહત્વ
- નિબંધ જીવનમાં યોગનું મહત્વ નિબંધ
- પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ
- શિયાળાની સવાર નિબંધ
- સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ
- મોંઘવારીનું વિષચક્ર નિબંધ
- ભ્રષ્ટાચાર નિબંધ
- દીકરી વ્હાલ નો દરિયો નિબંધ
- નારી તું નારાયણી નિબંધ
- નાતાલ (ક્રિસમસ) વિશે નિબંધ