જીવનમાં પુસ્તકોનું મહત્વ નિબંધ | Importance of Books Essay in Gujarati

જીવનમાં પુસ્તકોનું મહત્વ નિબંધ | Importance of Books Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં જીવનમાં પુસ્તકોનું મહત્વ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં જીવનમાં પુસ્તકોનું મહત્વ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Pustako nu Mahtva Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

જીવનમાં પુસ્તકોનું મહત્વ વિશે નિબંધ

અહીં ગુજરાતી જીવનમાં પુસ્તકોનું મહત્વ વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150 થી 250 શબ્દોમાં છે.

જીવનમાં પુસ્તકોનું મહત્વ વિશે ગુજરાતીમાં નિબંધ

પુસ્તકોનો માનવીના જીવન ઘડતર પર નિર્ણાયક પ્રભાવ પડે છે. મિત્ર વિનાનું જીવન સાચે જ રુક્ષ અને શુષ્ક પ્રતીત થાય છે. જેને સાચો જીગરી દોસ્ત નથી, તેનું જીવન નિરર્થક તો છે જ, સાથોસાથ તેના જેવું દુર્ભાગી આ જગતતમાં બીજુ કોઇ નથી. સુખ-દુઃખ, આશા-નિરાશા, ચડતી-પડતી માં મિત્ર ઢાલ સમાન છે. એમાંય ખાસ કરીને વિપત્તિના સમયે પડછાયો બની સહાયભૂત થનાર જ સાચો મિત્ર છે. માટે જ કહેવાયું છે કે,
"A friend in need is a friend indeed"
"સંગ તેવો રંગ" એ કહેવત માણસની બાબતમાં સાચી હોય, તે કરતાં પુસ્તક ની બાબતમાં વધુ સાચી જણાય છે. મિત્રોની જેમ પુસ્તકોનો માનવીના જીવન ઘડતર પર નિર્ણાયક પ્રભાવ પડે છે. એક આદર્શ મિત્રની જેમ એક ઉત્તમ પુસ્તક મનુષ્યને સુખ દુઃખ માં સાથ સહારો અને સાંત્વના આપે છે એક અંગ્રેજી ઉક્તિ યથાર્થ કરે છે "A good book is man’s friend, philosopher and guide" પુસ્તકો આપણા સાચા મિત્રો છે, એમ કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. મણિલાલ દ્વિવેદી એ સાચું જ કહ્યું છે કે, આપણું વાંચન એ જ આપણા જીવનનું ખરું પ્રતિબિંબ છે. જ્ઞાની એ પણ સાચું જ કહ્યું છે કે માણસ કોની સાથે રહે છે અને શું વાંચે છે તે કહો એટલે તે કેવો છે તે કહી શકાશે.

કેટલાકના જીવનમાં પુસ્તકો મહાન ૫રિવર્તન લાવે છે. રસ્કિન ના પુસ્તક ”અન ટુ ધ લાસ્ટ” એ ગાંધીજીને સત્યાગ્રહ ની પ્રેરણા આપી હતી. શ્રમદ ભગવત ગીતા, કુરાન અને બાઈબલ જેવા પુસ્તકો એ જગતના અસંખ્ય લોકોને ઉમદા માર્ગદર્શન આપ્યું છે. ઉત્તમ પુસ્તકો ની મૈત્રી સાધનાર મનુષ્ય ગમે તેવી અવસ્થામાં મુકાતો નથી કે દુઃખી થતો નથી. સારા પુસ્તકો માં ગ્રંથસ્થ થયેલું મહાપુરુષોનું જીવનદર્શન દુ:ખ કે વિપત્તિમાં ધીરજ અને શાંતિ આપે છે. તે માનવીના અસહ્ય દુઃખને પણ હળવુ બનાવે છે. શ્રેષ્ઠ પુસ્તકો મનુષ્યના વહેમ, અંધશ્રદ્ધા અને અજ્ઞાનને દૂર કરે છે. સારા પુસ્તકો કદી આપણને એકલા કરી દેતા નથી એ હંમેશાં સાથ નિભાવે છે. માટે જ રોબર્ટ સંઘે નામના અંગ્રેજ કવિએ પુસ્તકોની મૈત્રી માટે લખ્યું છે કે,
My verer falling friends are they,
with whom I converse day by day.
પુસ્તકોની મૈત્રી રાખનાર માનવીને કદી એકલાપણું સાલતું નથી. તેની કોટડીમાં અમર થઈ ગયેલા મહાપુરુષો અક્ષરદેહે બિરાજે છે. જગતના મહાન દાર્શનિકો, કવિઓ, મહાપુરુષો વગેરે તેને પ્રસંગોચિત માર્ગદર્શન આપવા હાજરા-હજૂર હોય છે. શ્રીમદ ભગવત ગીતા જેવા પુસ્તકોમાંથી અનેક મહાપુરુષો ને સદીઓથી પ્રેરણા મળી રહી છે. ગાંધીજી કહેતા ”જ્યારે જ્યારે મને મૂંઝવણ થાય છે ત્યારે ત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવુ છું.” ઉત્તમ પુસ્તકોની ઉપકારકતા મૈત્રીનું જવલંત ઉદાહરણ છે.

બધા પુસ્તકો એકસરખા ઉપકારક નથી હોતા. રામાયણ અને મહાભારત જેવા ઉચ્ચ કોટિના પુસ્તકો વિશાળ જનસમાજને સદીઓ સુધી દોરવણી આપી શકે છે. ”સરસ્વતી ચંદ્ર” અને ”માનવીની ભવાઈ” જેવા પુસ્તકો સમાજજીવનનં અને માનવ ભાવોનું ઊંડુ દર્શન કરાવી શકે છે. એનાથી ઊલટું છિછરા અને અશ્લીલ પુસ્તકોના વાંચનથી લોકો ગેરમાર્ગે દોરવાઈ જાય છે.
"સફળ જીવન માત્ર, સારા પુસ્તકોના સંગને પાત્ર"
સારા પુસ્તકોનું વાંચન આપણા જીવનને ઉત્તમ બનાવે છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. આપણે અભ્યાસક્રમ માટે નિયત થયેલા પુસ્તકો વાંચીએ છીએ તેનાથી આપણા જ્ઞાનમાં વધારો થાય છે. પરંતુ આપણને મળતું જ્ઞાન મર્યાદિત હોય છે. વાંચતા આવડતું હોવા છતાં વાંચન ન કરનાર માણસ અને અભણ માણસ વચ્ચે કોઇ ફરક રહેતો નથી.

સારા પુસ્તકો સાચા મિત્રો ની ગરજ સારે છે. આપણા ધાર્મિક ગ્રંથો, પુરાણો, વેદો વિગેરે જેવા પુસ્તકોમાંથી જગતના અનેક લોકોને જીવન જીવવાની પ્રેરણા મળતી રહે છે. “Un to the last”, “Vision 20-20”, “”Wings of fire” પુસ્તકોમાંથી વિદ્યાર્થીના જીવનમાં ઉત્સાહ જગાડી કામ કરવાની પ્રેરણા મળે છે. ભારતીય સંસ્કૃતિને વર્ષો સુધી ટકાવી રાખવા માટે પણ પુસ્તકોનો સહારો લેવો પડે છે. 

મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચવાથી વિપત્તિમાં શાંતિ રાખવાની પ્રેરણા મળે છે. સારા પુસ્તક સુખ દુઃખના સાથી છે ઉત્તમ પુસ્તકો સંમભાવપૂર્વક જીવન જીવવાની પ્રેરણા આપે છે.સારા પુસ્તકો આપણા જીવનમાં હિંમત, શોર્ય, બહાદુરી, પ્રેમ, ક્ષમા જેવા મહાન ગુણોનો વિકાસ કરે છે. સારા પુસ્તકો અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજો વગેરે દૂર કરવા અને મૂંઝવણમાંથી માર્ગ કાઢવા માટે પણ ઉપયોગી બને છે. પુસ્તકો અરીસા સમાન છે. તેઓ સત્ય વક્તા અને સ્પષ્ટ વક્તા છે. તેઓ આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે.

મનુષ્યને સાચું સુખ અને શાંતિ પ્રદાન કરે છે. પુસ્તકપ્રેમી સૌથી વધુ સુખી હોય છે. તે જીવનમાં ક્યારેય એકલતાનો અનુભવ કરતો નથી. પુસ્તકો પર સંપૂર્ણ ભરોસો કરી શકાય છે. એટલે જ મહાત્મા ગાંધીએ કહ્યું છે, 
"સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે પરોપકારી મિત્રની ગરજ સારે છે. હું પુસ્તકોનો જેટલો અભ્યાસ કરું છું એટલાં જ તે મને મિત્રરૂપ બનીને મદદ કરે છે."
જેવી રીતે યુદ્ઘ માં બંદુક, મિશાઇલ વિગેરે અસ્ત્ર-શસ્ત્ર છે. તે જ રીતે વિચારદ્વંદ્વમાં પુસ્તકો જ શસ્ત્રો છે. સમાજની કાયાપલટ કરવામાં પુસ્તકો સમર્થ છે. આજની દુનિયા વિચારો ની દુનિયા છે. સમાજમાં જ્યારે પણ કોઈ પરિવર્તન આવે છે અથવા ક્રાંતિ થાય છે, તેના મૂળમાં હંમેશા કોઈને કોઈ વિચારધારા હોય છે. શ્રેષ્ઠ પુસ્તકો સમાજમાં નવચેતનાનો સંચાર કરે છે. અને સમાજમાં જાગૃતિ લાવવામાં પોતાની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પુસ્તક વાંચવાથી મનુષ્યનો દ્રષ્ટિકોણ વ્યાપક બને છે અને સંકુલ વિચારો એના ચિત્તમાં પ્રવેશે છે.

પુસ્તકો એવો શાશ્વત ખજાનો છે જે પાછલી પેઢીના અનુભવો યોગ્ય રીતે નવી પેઢી સુધી પહોંચાડે છે. તેના નિહિત જ્ઞાનને નષ્ટ કરવાની તાકાત કોઈમાં નથી. ટૂંકમાં પુસ્તકોનું મહત્વ અતુલ્ય છે, એટલે જ તો પુસ્તકો આપણા સાચા મિત્રો છે.

10 Lines on Pustako nu Mahtva in Gujarati

જીવનમાં પુસ્તકોનું મહત્વ વિશે 10 વાક્યો :
  1. પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો છે, જે આપણને અમૂલ્ય જ્ઞાન આપે છે.
  2. પુસ્તકો વાંચીને જ આપણે સાચાખોટાને ઓળખીએ છીએ.
  3. પુસ્તક વાંચવાથી આપણી વિચાર અને સમજવાની શક્તિ વધે છે.
  4. સારું પુસ્તક આપણને સારી વ્યક્તિ બનાવે છે.
  5. પુસ્તકો વાંચવાથી આપણને બીજાની ભૂલોમાંથી શીખવાનો મોકો પણ મળે છે.
  6. કહેવાય છે કે જે વ્યક્તિ પુસ્તકોથી મિત્ર બની જાય છે તેને બીજા કોઈ મિત્રોની જરૂર નથી હોતી.
  7. આ દુનિયામાં બધું જ ચોરી શકાય છે પણ જ્ઞાનની ચોરી થઈ શકતી નથી.
  8. ગીતા અને કુરાન જેવા પુસ્તકો વાંચીને આપણે આપણી જાતને ખૂબ નજીકથી જાણી શકીએ છીએ.
  9. પુસ્તકોના જ્ઞાનથી જ કોઈ પણ વ્યક્તિ ધનવાન અને મહાન બની શકે છે.
  10. જેમ ખોરાક મહત્વપૂર્ણ છે તેમ પુસ્તકોનું જ્ઞાન આપણા મગજ માટે મહત્વપૂર્ણ છે.

જીવનમાં પુસ્તકોનું મહત્વ નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Pustako nu Mahtva Nibandh Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

જીવનમાં પુસ્તકોનું મહત્વ નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી ભાષામાં જીવનમાં પુસ્તકોનું મહત્વ વિશે નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ SaralEssay.in બ્લોગ આર્ટિકલમાં ગુજરાતી ભાષામાં જીવનમાં પુસ્તકોનું મહત્વ વિશે નિબંધ Pustako nu Mahtva Essay in Gujarati વિશે સંપૂર્ણ નિબંધ આપ્યો છે. છતાં કોઈ ભલામણ કે સૂચન  હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું લખાણ ગમ્યું હશે. અમે જેમ બને એટલી સારી અને નવી Latest માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ભણવામાં ઉપયોગી બની શકે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો અને અમારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Post a Comment

New comments are not allowed.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.