પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ | Parishram ej Parasmani Essay in Gujarati

પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ | Parishram ej Parasmani Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં પરિશ્રમ એ જ પારસમણિ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં પરિશ્રમ એ જ પારસમણિ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Parishram ej Parasmani Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

પરિશ્રમ એ જ પારસમણિ વિશે નિબંધ

અહીં ગુજરાતી પરિશ્રમ એ જ પારસમણિ વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150 થી 250 શબ્દોમાં છે.

પરિશ્રમ એ જ પારસમણિ વિશે ગુજરાતીમાં નિબંધ

  1. પ્રસ્તાવના
  2. પરિશ્રમનું મહત્વ
  3. વર્તમાનયુગનું પ્રેરકબળ
  4. શ્રમનું ગૌરવ શી રીતે વધારી શકાય ? 
  5. વિદેશોમાં શ્રમયુક્ત જીવન
  6. પરિશ્રમ પારસમણિ શા માટે ?
  7. ઉપસંહાર
સખત પરિશ્રમ જે માનવ જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ એકમ છે. આજનું કામ માત્ર શારીરિક નથી. માનસિક પરિશ્રમ પણ વ્યક્તિને નોંધપાત્ર સફળતા આપે છે.

પ્રાચીન સમયમાં, લોકો માટે શારીરિક શ્રમ એ એકમાત્ર વિકલ્પ હતો અને તેમનું અસ્તિત્વ તેના પર નિર્ભર હતું. પરંતુ આજના સમયમાં શારીરિક પરિશ્રમ કરતાં માનસિક પરિશ્રમ વધુ થઈ ગયો છે. દરેક વ્યક્તિ માટે સખત પરિશ્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.

૫રિશ્રમ જ જીવનને ગતિ આપે છે. જો આપણે પરિશ્રમની ઉપેક્ષા કરીશું તો આપણા જીવનની ગતિ રૂંધાશે. અકર્મણ્યતા આપણને એવી રીતે ઘેરી લે છે કે તેના ઘેરાવમાંથી નીકળવું અત્યંત મુશ્કેલ બની જાય છે. જ્યારે પરિશ્રમી વ્યક્તિ આ બધા જ પ્રકારની મુશ્કેલી સામે લડી જજુમી આગળ નીકળી જાય છે અને બહુવિઘ સફળતા પ્રાપ્ત કરે છે. તે ભાગ્યને આશરે બેસી રહેતો નથી. પરંતુ નિરંતર સતત પુરુષાર્થ કરે છે.

"મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કંઈક જિંદગીમાં."

પરિશ્રમ એટલે પારસમણી આનો મતલબ થાય છે દરેક મનુષ્ય જો જીવનમાં મહેનત કરશે તો જ તે મનુષ્ય સફળતા મેળવી શકશે દરેક મનુષ્યના જીવનમાં સફળતા મેળવવા માટે મહેનત કરવી ખૂબ જ જરૂરી છે મહેનત વગરની સફળતા મળતી નથી.એટલે કે જો વ્યક્તિ કોઈ બેસી રહી અને પોતે કંઈ પણ કર્યા વગર સફળતાની રાહ જોવે તો તેને કંઈ જ મળતું નથી.

તેવી જ રીતે જો મહેનત જો વ્યક્તિ મહેનત કરે તો તેને અવશ્ય તેમાં સફળતા મળે જ છે તેથી જ આ નિબંધનું શીર્ષક યોગ્ય છે પરિશ્રમ એ જ પારસમણી છે.સખત પરિશ્રમ મહત્વપૂર્ણ છે અને ઇતિહાસે તેને વારંવાર સાબિત કર્યું છે. મહાન એડિસન દિવસમાં ઘણા કલાકો સુધી કામ કરતો હતો અને તે તેના પ્રયોગશાળાના ટેબલ પર ફક્ત તેના ઓશીકું તરીકે તેના પુસ્તકો સાથે સૂતો હતો.

વિદ્યાર્થી નસીબને ભરોસે બેસી રહે અને અભ્યાસ ન કરે તો તે નાપાસ જ થાય. વેપારી દુકાને ન જાય અને ઘેર જ બેસી રહે તો એનો વેપાર જ ન ચાલે. સુથાર સુથારીકામ ન કરે તો તેને કંઈ ન મળે. ખેડૂત ખેતરમાં જઈને કામ ન કરે તો અનાજ ન પાકે. મજૂર મજૂરી ન કરે તો તેને કોઈ મહેનતાણું ન આપે. એટલે જ કહેવાય છે કે ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે.

જે વ્યક્તિ પરિશ્રમ કરે છે તેને તેના જીવનમાં અવશ્ય સફળતા મળે છે. મહેનત કરનારી વ્યક્તિને નસીબ પણ યારી આપે છે. ક્યારેક મહેનત કરવા છતાં આપણને ધારી સફળતા મળતી નથી. તેનું કારણ આપણી મહેનતમાં રહેલી કચાશ હોઈ શકે. તેવે વખતે આપણે આપણામાં રહેલી કચાશ શોધી કાઢવી જોઈએ અને કરી ઉત્સાહથી બેવડો પ્રયત્ન કરવો જોઈએ. ઉદ્યમી કરોળિયાનું ઉદાહરણ આપણે આપણી નજર સામે રાખવું જોઈએ. આપણે સતત પરિશ્રમ કરતા રહીશું તો આપણને સફળતા અવશ્ય મળશે.

'સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય'
'પરિશ્રમ વિના પ્રારબ્ધ પાંગળું છે'
'જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય'
'કામ કરે એ જીતે માલમ કામ કરે એ જીતે'

પરિશ્રમનો એક વિશિષ્ટ અર્થ પણ છે. એ અર્થમાં શ્રમ ઉત્પાદક પણ છે અને અનુત્પાદક પણ છે. ખેડૂત આકરી મહેનતથી ખેતી કરે છે તે ઉત્પાદક શ્રમની શ્રેણીમાં આવે અને રમત-ગમત, વ્યાયામ કરવામાં જે શ્રમ વપરાય છે તે અનુત્પાદક કહેવાશે. આ શ્રમનું પોતાનુ જ મહત્વ છે. ગાંધીજી કહેતા કે તો પરિશ્રમ કરવો જ છે તો ઉત્પાદક શ્રમ કેમ ન કરીએ?. જો કે ગાંધીજી બધા જ પ્રકારના શ્રમમાં આનંદનો અનુભવ કરતા હતા. બુનિયાદી શિક્ષણનો જન્મ એ ઉત્પાદક શ્રમના સિઘ્ઘાંત ૫રથી થયેલો છે.

જે દેશની જનતા પરિશ્રમી મહેનતુ હોય છે તે દેશ પ્રગતિ કરે છે. જાપાન અને જર્મનીએ વિશ્વયુદ્ધમાં એટલુ મોટુ નકસાન સહન કર્યા પછી પણ પોતાનું પુન:નિર્માણ કર્યું. એનો શ્રેય પ્રજાના આકરા અને સખત પરિશ્રમને ફાળે જાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે શ્રમમાં જ જીવનનું સાચું સુખ છે અને સર્જનનું મૂળ છે.

श्रमेण सिध्यति सर्वम् ।। અર્થાત મહેનતથી બધુ જ સિદ્ધ થાય છે. મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે. "મહેનત એ એવી ચાવી છે. જે ભાગ્યના દ્વાર ખોલી નાખે છે".એટલે જ કવિશ્રી રાજેન્દ્ર શાહ શ્રમનું મહત્વ સમજાવતાં કહે છે કે - "આપણા ઘડવૈયા બાંધવ આપણે"

10 Lines on Parishram ej Parasmani in Gujarati

પરિશ્રમ એ જ પારસમણિ વિશે 10 વાક્યો :
  1. પરિશ્રમ એટલે મહેનત, પુરુષાર્થ, શ્રમ.
  2. પરિશ્રમથી મનુષ્યના બધા કાર્યો સફળ થાય છે.
  3. પરિશ્રમથી મનુષ્યનું શરીર અને મન સ્વસ્થ રહે છે.
  4. પરિશ્રમથી મનુષ્યને સંતોષ અને સુખ મળે છે.
  5. પરિશ્રમથી મનુષ્ય સમાજમાં આદરણીય બને છે.
  6. પરિશ્રમથી દેશની પ્રગતિ થાય છે.
  7. પરિશ્રમ એ મનુષ્યનું શ્રેષ્ઠ ગુણ છે.
  8. પરિશ્રમ એ જ સફળતાની ચાવી છે, એટલે જ કહેવાય છે... 'પરિશ્રમ એ જ પારસમણિ'
  9. ખેડૂત પરિશ્રમ કરીને ભોજનપદાર્થો ઉત્પન્ન કરે છે.
  10. શિક્ષક પરિશ્રમ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે.
પરિશ્રમ એ માનવ જીવનનો અનિવાર્ય ભાગ છે. પરિશ્રમથી મનુષ્ય સફળતા અને સુખ મેળવી શકે છે.

પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Parishram ej Parasmani Nibandh Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી ભાષામાં પરિશ્રમ એ જ પારસમણિ વિશે નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ SaralEssay.in બ્લોગ આર્ટિકલમાં ગુજરાતી ભાષામાં પરિશ્રમ એ જ પારસમણિ વિશે નિબંધ Parishram ej Parasmani Essay in Gujarati વિશે સંપૂર્ણ નિબંધ આપ્યો છે. છતાં કોઈ ભલામણ કે સૂચન  હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું લખાણ ગમ્યું હશે. અમે જેમ બને એટલી સારી અને નવી Latest માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ભણવામાં ઉપયોગી બની શકે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો અને અમારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Post a Comment

Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.