શું તમે ગુજરાતીમાં દીકરી વ્હાલ નો દરિયો વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં દીકરી વ્હાલ નો દરિયો વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Dikri Vahal no Dariyo Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
દીકરી વ્હાલ નો દરિયો વિશે નિબંધ
અહીં ગુજરાતી દીકરી વ્હાલ નો દરિયો વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150 થી 250 શબ્દોમાં છે.
દીકરી વ્હાલ નો દરિયો વિશે ગુજરાતીમાં નિબંધ
માતા પિતા નુ વહાલસોયુ રતન છે દીકરી. એક અવતાર મા બે ઘર ને ઉજળનાર દીકરી. નારી ના નવલા રૂપધારી એવી છે દીકરી. બધા ના માટે પારકી થાય છે દીકરી તોયે સ્નેહ ની સરવાણી માં ભીંજવે છે દીકરી જાણે ઉછળતો વહાલ નો દરિયો છે દીકરી ઈશ્વર નુ અદભૂત સર્જન છે દિકરી.
દીકરી એટલે પ્રેમ નો સાગર. એ સૌને વહાલી લાગે છે ઈશ્વરે દીકરી ઓ મા જન્મ થી જ મમતા છલોછલ ભરી ને આપી હોય છે. તેના ઉછેર માં તમે ધ્યાન આપો કે ન આપો પણ તેની અંદર જે વાત્સલ્ય છે તે તેમને હંમેશા જોવા મળશે જો ઘર મા મોટી દિકરી હોય તો તે મમ્મી પપ્પા ની અડધી જવાબદારી આપમેળે જ ઉઠાવી લે છે.
નાના ભાઈ બહેન માટે તો એ એક માતા જેવી બની જાય છે. જે ઘર મા બહેન હોય ત્યાં ના ભાઈ માં સંસ્કાર સિચવાનું કામ દિકરી જ કરે છે. ઘર ની દીકરી જેટલા ત્યાગ આપે છે એટલું કોય નથી આપતું. પછી એ ત્યાગ પોતાનાં ભાઈ બહેન માટે હોય કે પોતાના માતા પિતા માટે હોય આટલુ કરવા છતાં એક દિવસ પરિવાર હવે તુ મોટી થઇ ગઇ છે. તારા લગન થઇ જવા જોઈએ. આવા શબ્દો બોલી ને ઘર ના આ ખૂબ મહત્વ ના સદસ્ય ને એક અજાણ્યા વ્યકિત ના હાથ મા સોપી દે છે. અને દિકરી પણ ચાલી નીકળે છે. એક ઘર ને સ્નેહ અને સંસ્કારો થી સીચી ને બીજા ઘર માં પ્રેમ અને સેવા નુ અજવાળું પાથરવા..
સૂરજ ઊગે એ પહેલા ઉગતા તારા ટહુકા ઓ દીકરી. હોય ગમે તેટલો દૂર ઉગતા તારા ટહુકાઓ દીકરી. દીકરી નાની હોય ત્યારે જુદી જુદી રમતો રમે. મોટી થતા તે મમ્મી ને ઘર ના કામ મા પણ મદદ કરે છે. બાળપણ થી જ તેના મા મમતા,પ્રેમ, સહજ રીતે જોવા મળે છે. પોતાનાં નાના ભાઈ બહેન ને તે ખૂબ વહાલ કરે છે. તેની કાળજી રાખે છે.
દીકરી મોટી થતા શાળા એ જાય. ત્યાં તે ભણે અન્ય પ્રવત્તિઓ માં પણ ભાગ લે. સંગીત, નૃત્ય વિશે તેને ખૂબ રસ હોય છે. મા બાપ તેની ઈચ્છા પૂરી કરે છે. અને મોટી થઇ દીકરી મા બાપ ની કાળજી રાખે છે. એક સમય હતો જ્યારે દીકરી ને જન્મ થતાં જ દૂધ પીતી કરી દેવામાં આવતી હતી.આજ ના સમય માં લોકો સમજદાર થયા છે. આજે દીકરી પણ ભણી ગણીને નોકરી મેળવે છે.
સંસ્કારી દીકરી સૌને પ્રેમ થી સાથે રાખી ને આગળ વધે છે. એટલે કહેવાય છે કે દિકરી ઘર ની દીવડી જ્યાં હોય ત્યાં હાસ્ય, ઉલ્લાસ અને ઉત્સાહ નો ઉજાસ પાથરી દે છે.

બે ઘર ને ઉજાગર કરતી તે દીકરી,
લાગણી નો દરિયો રેલાવતી તે દિકરી,
નયન ની વાચા સમજી જતી તે દીકરી,
મન નો ખાલીપો દૂર કરી આપે તે દીકરી,.
સશકત પીઠબળ બની ઊભી તે દીકરી,
અમાસ ને બદલી દે દિવાળી માં તે દીકરી,
જે પરિ્થિતિ ને તરફેણ માં ફેરવે તે દીકરી,
નસીબદાર ના કૂખે જે જન્મ લે તે દીકરી,
દિકરી તમારી એવી પૂંજી છે જેને તમે ભલે પારકી થાપણ માનતા હોય પણ તે ક્યારેય પોતાના માતા પિતા નો પ્રેમ અને કર્તવ્ય ભૂલતી નથી તેની અંદર એટલી આત્મીયતા અને એટલું સાહસ છે કે તે લગન પછી પણ જો ગરજ પડે ને તો સાસરિયા સાથે માતા પિતા ને પણ સાચવી શકે છે. દીકરી જન્મે છે ને ઘર માં જાણે કોમળ કીરણ ની કોમળતા અવતરે છે. આપડી જીવવાની ઝખના ને પ્રજ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી.
દીકરી કેજી માં ભણતી હોય કે કોલેજ ભણતી હોય કુંવારી હોય કે પરણેલી હોય.પણ મા બાપ માટે દીકરી સદાય દીકરી જ રહે છે.બાળપણ માં દીકરી ભલે તોફાન મસ્તી કરતી હોય પણ જ્યારે યુવાન બને છે. ત્યારે ગંભીરતા ધારણ કરી લે છે. લગન પછી જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે સાસરિયા એમ પૂછે છે કે વહુ કરિયાવર માં શું શું લાવી છે પરંતુ એ નથી સમજતા કે વહુ વહાલ ના દરિયા જેવા મા બાપ,ઘર, પરિવાર, ગામ, શહેર વગેરે છોડી ને તમારા હદય ને જીતવા માટે આવી છે. જ્યારેપણ આ વાત નો સમાજ સ્વીકાર કરે છે ત્યારે દીકરી ના જીવન માં સુગંધ આવી જાય છે.
દીકરી તો ભલે છોડી ને જાય સધડું એ તો વિહરતું યાયાવર પક્ષી રૂપાળું એને સમજો આજ્ઞા કેરો દીપક જ્યાં હસે ત્યાં તો થશે જ આજવડું.
નવી વહુ નુ સાસરિયા માં આવવું એ નવા બાળક નો જન્મ થયા બરાબર જ છે. સાસરિયાઓ વહુ આવતા જ પોતાના ઘર ની બધી જવાબદારી નો ભાર એ પણ નિયમ સાથે નવી વહુ પર થોભી દે છે. પણ તેને પણ તેને પણ સમય તો લાગે ને. એક નવા અજાણ્યા ઘર મા અને સૌથી વધુ અજાણ્યા લોકો સાથે ભેળવવા માં. છતાંય દીકરી કોશિશ તો કરે જ છે. સાસરિયા માં સૌનું દિલ જીતવા કોશિશ કરે છે. નવા ઘર માં પોતાનું સ્થાન બનાવવું. કોશિશ તો કરે જ છે દીકરી. નવા ઘર ના લોકો પણ તેને દીકરી સમજી ને અપનાવે છે. અને તેના પર પ્રેમ વરસાવે.
જ્યાં સુધી દીકરી પિયર માં હોય ત્યાં સુધી કોઈ ચિંતા નહિ પણ જ્યારે સાસરિયા માં આવે એટલે તે ગમે તેટલી હોશિયાર હોય તો પણ તેને બધું નવેસર થી શીખવું પડે છે. નવી રીત અપનાવી પડે છે.
જીવન માં કદી ન રડનાર પુરુષ પણ એક બાપ તરીકે જ્યારે પોતાની દીકરી ને વિદાય આપે છે. ત્યારે ચોધર આંસુ એ રડે છે. તેથી ઇશ્વર કરે કે ક્યારેય દીકરી ને પિતા થી એટલી દૂર ન જતી રહે કે પિતા ના અંતિમ સમય માં તેઓ તેને નજર ભરી ને જોઈ પણ ન શકે. કે એક ચમચી પાણી પણ ન પીવડાવી શકે.
દીકરી જ તો બાપ ની મૂછો નુ પાણી છે.
સબંધો માં વહેતી સ્નેહ ની સરવાણી છે.
અમૂલ્ય છે એને સતત આવગનો નહિ.
કોને ખબર એ કયા જન્મ ની કમાણી છે.
બાપ ના શરીર ની બહાર હરતું ફરતું હદય એનું નામ દીકરી. પાછલા જન્મ મા કરેલા પૂણ્ય ની રશીદ ભગવાન આ જન્મ મા દિકરી સ્વરૂપે આપે છે. મા જોઈએ, બહેન જોઈએ, પત્ની જોઈએ તો પછી દીકરી કેમ નથી જોયતી.
દીકરા ને ધરતી પર આવવાનો સમય થાય ત્યારે ભગવાન કહે છે તારા પિતા ને મદદ કર. પરંતુ જ્યારે દિકરી ને ધરતી પર આવવાનો સમય થાય ત્યારે ભગવાન ભીની આખે કહે છે કે જા તારા પિતા ને હુ મદદ કરીશ. દિકરી એટલે શું?
દી - દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ
ક - કસ્તૂરી ની જેમ સદાય મહેકતી અને મહેકાવતી.
રી - રીધી સિદ્ધિ આપનારી અને પરિવાર ને ઉજળો કરતી એવી એક પરી.
દિકરી તો મા બાપ નો શ્વાસ છે, જે લીધા વગર ચાલતું નથી અને સમય આવે ત્યારે4 છોડ્યા વગર પણ ચાલતું નથી. ઈશ્વરે દીકરી ને બનાવી ને માતા પિતા ઉપર ઉપકાર કર્યો છે. દિકરી નો મા બાપ પ્રત્યે નો પ્રેમ પ્રારંભ થી લઇ ને અંત સુધી એકસરખો જ રહે છે. દિકરી જગત ના કોઇ પણ ખૂણે જશે મા બાપ ના હદય થી ક્યારેય દૂર નહિ જાય, દિકરી સાથે ની મા બાપ ની વહાલ ની કડીઓ ક્યારેય ઢીલી પડતી નથી. દીકરો ક્યારેય ભ્રમ સાબિત થઈ શકે છે. કદાચ એટલા માટે જ ગુણવંત શાહે કહ્યું છે. દિકરી શ્રાપ નો ભારો નહી પણ લીલી લાગણી નો ભારો છે.
10 Lines on Corruption in Gujarati
દીકરી વ્હાલ નો દરિયો વિશે 10 વાક્યો :
- દીકરી પરિવારનું ગૌરવ હોય છે. દીકરી માતા-પિતાની અસ્મિતા છે.
- માતા પિતા નુ વહાલસોયુ રતન છે દીકરી.
- દીકરી એટલે પ્રેમ નો સાગર. એ સૌને વહાલી લાગે છે ઈશ્વરે દીકરી ઓ મા જન્મ થી જ મમતા છલોછલ ભરી ને આપી હોય છે.
- દીકરી નાની હોય ત્યારે જુદી જુદી રમતો રમે. મોટી થતા તે મમ્મી ને ઘર ના કામ મા પણ મદદ કરે છે.
- જે ઘર મા બહેન હોય ત્યાં ના ભાઈ માં સંસ્કાર સિચવાનું કામ દિકરી જ કરે છે.
- દીકરી એટલે પ્રેમ, દયા, કરૂણામયી, વાત્સલ્યની મૂર્તિ, દિકરીમાં જન્મથી ભગવાને મમતા, કરૂણા છલોછલ ભરીને આપી છે.
- જે ઘરમાં દીકરીનો જન્મ થાય તે ઘર ઘણું પુણ્યશાળી કહેવાય.
- દિકરીએ આખા ઘરની રોનક છે. ઘરમાં દિકરી જ એવી વ્યકિત છે ઘરના બધા સભ્યોનું કહયુ માને છે.
- દિકરો એ પોતાના કુળનો જ ઉદ્ઘારક છે. જયારે દિકરી બંને કુળને તારે છે.
- દીકરી એટલે દીકરી ! દીકરી માટે કોઈપણ ઉપમા ઓછી પડે. દીકરી એટલે કાળજાનો કટકો... સંવેદનાનું સરોવર.... સ્નેહની સરવાણી... પ્રેમનું પારણું.... હેતનો હિંડોળો... ઊછળતો ઉલ્લાસ..હરખની હેલી.... વ્હાલની વર્ષા... ઝાલરનો ઝંકાર... ફૂલદાન ની ફોરમ.... અવનીનું અલંકાર..વિશ્વાસનું વહાણ.... શ્રદ્ધાનો સથવારો... પૃથ્વીનું પાનેતર... ધરતીનો ધબકાર.... સૃષ્ટિનો શણગાર.
દીકરી વ્હાલ નો દરિયો નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Dikri Vahal no Dariyo Nibandh Gujarati ની ફ્રી
pdf Download કરી શકો છો.
દીકરી વ્હાલ નો દરિયો નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી ભાષામાં દીકરી વ્હાલ નો દરિયો વિશે નિબંધ નો
વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ SaralEssay.in બ્લોગ આર્ટિકલમાં ગુજરાતી ભાષામાં દીકરી વ્હાલ નો દરિયો વિશે નિબંધ - Dikri Vahal no Dariyo Essay in Gujarati વિશે સંપૂર્ણ નિબંધ આપ્યો છે. છતાં કોઈ ભલામણ કે સૂચન હોય તો તમે
નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું
લખાણ ગમ્યું હશે. અમે જેમ બને એટલી સારી અને નવી Latest માહિતી આપવાનો
પ્રયત્ન કરીએ છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને
આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ભણવામાં ઉપયોગી બની શકે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો અને અમારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- જીવનમાં શ્રમનું મહત્વ નિબંધ
- જીવનમાં પ્રામાણિકતાનું મહત્વ
- નિબંધ જીવનમાં વાંચનનું મહત્વ
- નિબંધ જીવનમાં યોગનું મહત્વ નિબંધ
- પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ
- શિયાળાની સવાર નિબંધ
- સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ
- મોંઘવારીનું વિષચક્ર નિબંધ
- ભ્રષ્ટાચાર નિબંધ
- દીકરી વ્હાલ નો દરિયો નિબંધ
- નારી તું નારાયણી નિબંધ
- નાતાલ (ક્રિસમસ) વિશે નિબંધ