મહા શિવરાત્રી નિબંધ ગુજરાતી | Maha Shivratri Essay in Gujarati [2024]

મહા શિવરાત્રી નિબંધ ગુજરાતી | Maha Shivratri Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં મહા શિવરાત્રી વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં મહા શિવરાત્રી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Maha Shivratri Essay in Gujarati ની PDF પણ Download કરી શકશો.

મહા શિવરાત્રી વિશે નિબંધ

અહીં ગુજરાતી મહા શિવરાત્રી વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150 થી 250 શબ્દોમાં છે.

મહા શિવરાત્રી વિશે ગુજરાતીમાં નિબંધ

  1. પ્રસ્તાવના
  2. મહાશિવરાત્રી નામ કઇ રીતે ૫ડયુ 
  3. મહાશિવરાત્રીનું મહત્વ 
  4. મહાશિવરાત્રી તહેવારની કથા
  5. ઉપસંહાર
ભગવાન શિવજીનો જન્‍મદિવસ શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. વર્ષની ફાગણ વદની (ફેબ્રુઆરી અને માર્ચ) છ રાત્રીઓ દરમિયાન ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીની રાત્રીએ ભગવાન શિવજી તાંડવ નૃત્‍ય કરે છે. પૌરાણીક કથાઓ અનુસાર આ નૃત્‍ય ભગવાન શિવજીએ ‘પાર્વતીજી’ સાથે લગ્‍ન કરેલા ત્‍યારે આ શિવરાત્રીનું પર્વ ઉજવાયું હતું. ગુજરાતના તમામ સ્‍થળોએ ‘મહાશિવરાત્રી’ નું પર્વ ખૂબ જ હર્ષ - ઉલ્‍લાસ સાથે ઉજવાય છે. ભગવાન શિવજીની અર્ચના-પૂજન દૂધના અભિષેક અને બિલિપત્રના ત્રિદલ - પર્ણોને અર્પણ કરી કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને રાત્રી જાગરણ કરી શિવભક્તિ તન્‍મય બને છે.

ભારતભરનાં મંદિરો ૩૦ લાખથી પણ વધુ શિવજીના પ્રતીકાત્‍મક સ્‍વરૂપ ‘લીંગ’ ના સ્‍વરૂપો સ્‍થપાયેલા છે. તમામ લીંગ સ્‍વરૂપે શિવજી બિરાજમાન હોય છે. શિવજીના મુખ્‍ય બાર જ્યોર્તિલીંગો ભારતભરમાં આવેલાં છે. તેના દર્શન પૂજનથી માનવીના છેલ્‍લા સાત જન્‍મોના પાપો બળી ભસ્‍મ થાય છે અને નિર્મળ અને નિષ્‍પાપ બની ધન્‍યતા અનુભવે છે.

બાર જ્યોર્તિલીંગોમાંથી પ્રથમ જ્યોર્તિલીંગ ગુજરાતના પશ્ચિમ કિનારે સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠે વેરાવળ સ્‍થિત સોમનાથ મંદિર આવેલું છે. ધાર્મિક યાત્રાળુ માટે સોમનાથ મંદિર શ્રદ્ધા અને આસ્‍થાનું કેન્‍દ્ર છે. સોમનાથ ભગવાન એટલે ચંદ્રના નાથ.

ભગવાન શિવજીનું મંદિર સોમનાથ તેની ભવ્‍યતા અને સમૃદ્ધિ માટે વિશ્વમાં સૈકાઓથી પ્રચલીત છે. મોગલ સમ્રાટોએ સોમનાથ પર છ-છ વાર ચઢાઇ કરી તેનો વિધ્‍વંશ કરવાના પ્રયત્‍નો કર્યા. પરંતુ દરેક વિધ્‍વંશ બાદ તેનું નિર્માણ થતું રહ્યું. આજે શિવજીના મંદિર એવા સોમનાથ તેની ભવ્‍યતા, અખંડિતતા અને આસ્‍થાના કેન્‍દ્ર તરીકે વિશ્વભરમાં વિખ્‍યાત છે.

સોમનાથ મંદિરનું સ્‍થાપત્‍ય વિજ્ઞાન અને સ્‍થાપત્‍યકળાનો સમન્‍વય છે. સોમાનાથ મંદિર સંકુલમાં નકશીકામ - કોતરણીકામના બેનમૂન સ્‍થાપત્‍યો તેમજ નિર્માણ કાર્યો જોવા મળે છે. ગુજરાતમાં સલાહ કામગીરીમાં નિપૂણતા ધરાવતા ‘સોમપુરા’ જ્ઞાતિબંધુઓએ આ મંદિરના સ્‍થાપત્‍યકળામાં તેમનું કૌવત બનાવ્‍યું છે

શિવરાત્રીની ઊજવણી વખતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સોમનાથ આવે છે. અહીં મુખ્‍ય તહેવાર ‘મહાશિવરાત્રી’ નો ઉજવાય છે. તેનું આયોજન રાજ્ય સરકાર આ સમયગાળા દરમિયાન કચ્‍છ રણ ઉત્‍સવની સાથે કરે છે. આ ઉપરાંત કાર્તિકી પૂર્ણિમાના દિવસોમાં ‘સોમનાથ’ ખાતે ભવ્‍ય મેળાનું આયોજન કરવામાં આવે છે. (ન્‍વે. - ડિસે.) આ ઉપરાંત ‘શિવરાત્રી’ પર્વની ઊજવણી ‘ભવનાથ’ મહાદેવ ખાતે કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્‍લામાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું શિવજીનું ભવ્‍ય શીવમંદિર ખાતે મહાશીવરાત્રી પર્વના પાંચ દિવસ મેળો ભરાય છે.

ભવનાથ’ ખાતે પવિત્ર મૃગકુંડમાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્‍નાન કરી નિષ્‍પાપ બને છે. હજારોની સંખ્‍યામાં આ પવિત્ર સ્‍થાનમાં દર્શન માટે યાત્રીઓ આવે છે. મહાશિવરાત્રીના મહાસ્‍નાન બાદ મહાપૂજાની ભવ્‍ય યાત્રા નીકળે છે. જેમાં હજારોની સંખ્‍યામાં દર્શનાર્થીઓ, નાગા બાવાઓ, ભજન મંડળીઓ, સાધુ-સંતો અને નગરજનો જોડાય છે. અહીં સૌથી ધ્‍યાનાકર્ષક અને રોમાંચનો અનુભવ કરાવતી ઘટના એ નાગાબાવાઓના મુખ્‍ય મહંતની હાથી પર નીકળતી સવારી અને તેની પાછળ ધજાપતાકાઓ સાથે તેના અનુયાયીઓ નિહાળવાનો લાહવો અલૌકીક હોય છે. આ મેળામાં ભવાઇ, રાસગરબા, ડાયરો વગેરેની જમાવટ યાત્રાળુને આકર્ષિત કરે છે.

જોકે દર મહિનામાં શિવરાત્રી હોય છે, પરંતુ ફાલ્ગુન મહિનાની કૃષ્ણ ચતુર્દશી પર આવતી આ શિવરાત્રીનું ઘણું મહત્વ છે, તેથી તેને મહા શિવરાત્રી કહેવામાં આવે છે. હકીકતમાં, મહા શિવરાત્રી ભગવાન ભોલેનાથની ઉપાસનાનો તહેવાર છે, જ્યારે ધાર્મિક લોકો મહાદેવની વિધિઓ સાથે પૂજા કરે છે અને તેના આશીર્વાદ મેળવે છે. આ દિવસે શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે, જે પોતાને શિવની પૂજા કરવાનું ભાગ્યશાળી માને છે.

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને વિવિધ પવિત્ર વસ્તુઓથી અભિષેક કરવામાં આવે છે અને બિલ્વપત્ર, ધતુરા, આબીર, ગુલાલ, બેર, ઉંબી વગેરે ચાવવામાં આવે છે.

આમ, મહાશિવરાત્રીના દિવસે જે લોકો દયા દર્શાવીને ભગવાન શિવની પૂજા કરે છે. તે મોક્ષ પ્રાપ્ત કરે છે. આમ ૫ણ ભોળેનાથ શિવને સૌથી ઝડપથી પ્રસન્ન થવા વાળા દેવતા માનવામાં આવે છે. જેમની પૂજા ભારત દેશભરમાં આનંદ સાથે ઉજવવામાં આવે છે. જેને શિવજીની રાત એટલે કે શિવરાત્રી કહેવામાં આવે છે. તેથી, આપણે પણ મનમાં કરુણાની ભાવનાથી શિવની ઉપાસના કરવી જોઈએ અને ભગવાન શિવને આપણા બધા દુ:ખોનો અંત લાવવા વિનંતી કરવી જોઈએ.

10 Lines on Maha Shivratri in Gujarati

મહા શિવરાત્રી વિશે 10 વાક્યો :
  1. મહા શિવરાત્રી એ ભગવાન શિવના ભક્તો માટે સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે.
  2. આ દિવસે ભગવાન શિવનો લગ્ન ભગવતી પાર્વતી સાથે થયો હતો એમ માનવામાં આવે છે.
  3. આ તહેવાર દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસીના રોજ ઉજવવામાં આવે છે.
  4. આ દિવસે ભક્તો ભગવાન શિવનું વ્રત રાખે છે અને રાત્રે શિવલિંગ પર જાગરણ કરે છે.
  5. ભક્તો શિવલિંગ પર દૂધ, ઘી, ફૂલ, બિલીપત્ર ચઢાવે છે અને "ઓમ નમઃ શિવાય" મંત્રનો જાપ કરે છે.
  6. મહા શિવરાત્રીના દિવસે ભગવાન શિવની ભક્તિ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે એવી માન્યતા છે.
  7. આ તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં તે ખાસ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.
  8. મહા શિવરાત્રીનો તહેવાર ભક્તોને ભગવાન શિવની નજીક લાવે છે અને તેમનામાં શ્રદ્ધા અને ભક્તિ વધારે છે.
  9. આ તહેવાર એકતા અને સંપ્રદાયનો પણ સંદેશ આપે છે.
  10. મહા શિવરાત્રી એ ભગવાન શિવના આશીર્વાદ મેળવવાનો અને મોક્ષ પ્રાપ્ત કરવાનો શુભ દિવસ છે.

મહા શિવરાત્રી નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Maha Shivratri Nibandh Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

મહા શિવરાત્રી નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી ભાષામાં મહા શિવરાત્રી વિશે નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ SaralEssay.in બ્લોગ આર્ટિકલમાં ગુજરાતી ભાષામાં મહા શિવરાત્રી વિશે નિબંધ Maha Shivratri Essay in Gujarati વિશે સંપૂર્ણ નિબંધ આપ્યો છે. છતાં કોઈ ભલામણ કે સૂચન  હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું લખાણ ગમ્યું હશે. અમે જેમ બને એટલી સારી અને નવી Latest માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ભણવામાં ઉપયોગી બની શકે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો અને અમારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Post a Comment

Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.